આગામી દિવસો દરમિયાન રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર , અણરેલી જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રવિવારે 13મી ઓક્ટોબરના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય તમામ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.