ડિસેમ્બર 2, 2025 9:47 એ એમ (AM)

printer

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત્

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગની યાદી મુજબ, આ સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દીવ, જુનાગઢનું કેશોદ અને કચ્છનું નલિયા સૌથી ઠંડા શહેર રહ્યા છે.જ્યારે અમદાવાદ, ભાવનગર, પોરબંદર અને વલ્લભ વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.