હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ રહે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની સંભાવના છે.
દરિયાકાંઠે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ કે દાસે જણાવ્યુ.આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCS-3 અને દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 4, 2025 10:27 એ એમ (AM)
આગામી દિવસમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી-સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ રહે તેવી શક્યતા