હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અમદાવાદ,બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, આણંદ, ભરૂચ અને સુરતમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે અરબસાગરમા બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે. પણ આગામી 24 કલાક તેની અસર જોવા મળશે.
Site Admin | નવેમ્બર 1, 2025 7:11 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહેશે