રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક હજાર 54 લોકોને બચાવી લેવાયા છે જ્યારે 7 હજાર 177 લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને આજે વહેલી સવારે બચાવી લેવાયા. આ તરફ ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં જળસ્તર વધતા જુના કોબા વિસ્તારમાંથી 69 લોકોને જ્યારે મેશ્વો નદીનું જળસ્તર વધતાં દહેગામના 23 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
દ્વારકામાં ભારતીય તટરક્ષકે માછીમારોને નજીકના બંદર પર પોતાની બોટ લાંગરી લેવા સૂચના આપી છે. વરસાદ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRFની 12 અને SDRFની 22 ટીમો તૈનાત રાખવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી