રાજ્યમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ વાતાવરણ સુકું રહેશે. જોકે, 20 તારીખે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
તેમણે કહ્યું, આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય. જોકે, લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. સાથે જ આગામી દિવસોમાં પવનની દિશા પૂર્વથી ઉત્તર—પૂર્વ તરફ રહેવાની હોવાથી સવારે અને રાત્રે ઠંડી, જ્યારે દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે તેમ શ્રી યાદવે ઉંમેર્યું.
Site Admin | ઓક્ટોબર 16, 2025 7:15 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી