હવામાન ખાતાએ ગુજરાત ક્ષેત્રમાં આગામી ત્રણ દિવસ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે.
તો પૂર્વ રાજસ્થાન, કોંકણ અને ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની નારંગી ચેતવણી અપાઈ છે. હવામાન ખાતાએ દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગ અને તેલંગાણામાં વિવિધ સ્થળ પર ગાજવીજ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. 
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 2:11 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં અત્યંત ભારે વરસાદની આગાહી
 
		 
									 
									 
									 
									 
									