આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યુ હતું.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 8:04 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
