પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ કરવા પણ હાકલ કરી.
શ્રી મોદીએ કહ્યું સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. તેમણે આજે સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ અને ગાયિકા લતા મંગેશકરને યાદ કર્યા. તેમણે ગાંધી જયંતિએ લોકોને ખાદી ઉત્પાદન ખરીદવા પણ અનુરોધ કર્યો.