ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2025 7:46 એ એમ (AM)

printer

આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન NDAના ઉમેદવાર

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર હશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા આ મુજબ જણાવ્યુ. તેમણે કહ્યું કે એનડીએના તમામ સાથી પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સર્વસંમતિપૂર્ણ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો સાથે સંકલન કરવાનો પ્રયાસ કરશે. શ્રી નડ્ડાએ કહ્યું કે ગયા અઠવાડિયે આ સંદર્ભે એનડીએના સાથી પક્ષો અને વિપક્ષી પક્ષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવાના એનડીએના નિર્ણયનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે શ્રી રાધાકૃષ્ણન એક મજબૂત અને પ્રેરણાદાયી ઉપરાષ્ટ્રપતિ સાબિત થશે.