ઓગસ્ટ 8, 2025 7:53 પી એમ(PM)

printer

આગામી આઠથી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી આઠથી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરતા ગુજરાત વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, આ સત્ર માટે ધારાસભ્યો આગામી 20 ઑગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઑનલાઈન અને પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી મોકલી શકશે.
આગામી છ સપ્ટેમ્બરે યોજાનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાશે એમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું.