પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 29મી નવેમ્બર સુધી દેશભરના 24 કેન્દ્રો ખાતે 67મા આકાશવાણી સંગીત સંમેલન યોજાશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, 1954થી આયોજિત આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાઓમાંનુ એક તરીકે ઉભરી આવ્યું છે. દેશભરના શ્રોતાઓ સુધી હિન્દુસ્તાની, કર્ણાટક અને હળવી અને લોક સંગીતની શ્રેષ્ઠ ધારાઓ પહોંચાડવા આ સમ્મેલન યોજાય છે. આ સંમેલને ભારતના સમૃદ્ધ સંગીત વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.સંમેલનની વિગતો આપતાં, પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે, કોવિડ રોગચાળાને કારણે થોડા સમય માટે વિક્ષેપ પડ્યા પછી, આ ભવ્ય ઉત્સવ આ વર્ષે નવા જોશ સાથે આયોજિત થઈ રહ્યો છે.
Site Admin | નવેમ્બર 2, 2025 10:07 એ એમ (AM)
આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનનો પ્રારંભ