આકાશવાણી અમદાવાદ દ્વારા આજે 67માં આકાશવાણી સંગીત સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રસાર ભારતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સંગીત સંમેલનમાં ભારતનાં સમૃદ્ધ સંગીત વારસાની ઉજવણી કરાઇ રહી છે.
આ સંગીત સંમેલનમાં શાસ્ત્રીય અને સુગમ સંગીત બંને શૈલીના નિષ્ણાત કલાકારોનો સંગમ જોવા મળી રહ્યો છે. અને લોકોને કલાત્મકતા અને ભાવપૂર્ણ સંગીત તથા વાદન જીવંત સાંભળવાની દુર્લભ તક મળી છે. આ સંમેલન લોકો સમક્ષ ભારતીય સંગીતની ઊંડાઈ અને વિવિધતા પ્રદર્શિત કરવાની આકાશવાણીની અડગ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ પ્રસ્તુતિઓનું પ્રસારણ બાદમાં આકાશવાણી અમદાવાદ-વડોદરા મીડિયમ વેવ અને NewsOnAir એપ્લિકેશન પર પણ કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 23, 2025 7:14 પી એમ(PM)
આકાશવાણી અમદાવાદ દ્વારા આજે 67માં આકાશવાણી સંગીત સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું