આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલા વાદક લક્ષ્મણ ફૂલ પગારેનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ 80 વર્ષના હતા.તેમણે સંગીત ક્ષેત્રે તબલા વાદક તરીકેની કારકિર્દીનો આરંભ આકાશવાણી ભુજથી કર્યો હતો. તેમણે નિવૃત્તિસુધી આકાશવાણી અમદાવાદ ખાતે ફરજ ભજવી હતી અને ઘણા કાર્યક્રમો થકી સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પોતાના મિલનસાર સ્વભાવથી તેમણે આકાશવાણી પરિવારમાં ચાહના મેળવી હતી. તેમની અંતિમ યાત્રા આવતીકાલે બુધવારના રોજ સાડા આઠ વાગે તેમના નિવાસસ્થાનથી નીકળી વાડજ સ્મશાન ગૃહ જશે.
Site Admin | માર્ચ 11, 2025 6:28 પી એમ(PM) | અવસાન
આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલા વાદક લક્ષ્મણ ફૂલ પગારે આજે દેવલોક પામ્યા
