આકાશવાણી અને દૂરદર્શન આવતીકાલે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના જીવંત પ્રસારણ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.આ પરેડનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર, WAVES OTT પ્લેટફોર્મ સાથે કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આકાશવાણી અને દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ માટેની વ્યવસ્થાની સમીક્ષા
કરી હતી.
શ્રી જાજુએ આકાશવાણી અને દૂરદર્શનની ટીમના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, દરેક વ્યક્તિ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પર્વના પ્રસારણને સુનિશ્ચિત કરવા કામ કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડનું અવિરત પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે કેમેરા અને ઓપ્ટિકલ ફાઈબર લાઈનો ગોઠવવામાં આવી છે.