આકાશવાણીના મન કી બાત કાર્યક્રમથી અત્યાર સુધીમાં 34 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને ગઈકાલે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ માસિક રેડિયો કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીએ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, નવીનતા અને સમાજસેવામાં રોકાયેલા ભારતીય નાગરિકોની પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરી છે.શ્રી મુરુગને કહ્યું કે દેશભરમાં મોટી સંખ્યામાં લોકો મન કી બાત કાર્યક્રમ સાંભળે છે. તેમણે કહ્યું કે યુટ્યુબ અને ઓટીટી સહિતના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ મન કી બાત સાંભળનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. શ્રી મુરુગને કહ્યું કે મન કી બાત દેશનો ટોચનો કાર્યક્રમ છે, જે નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 8:35 એ એમ (AM)
આકાશવાણીના મન કી બાત કાર્યક્રમથી અત્યાર સુધીમાં 34 કરોડ રૂપિયાથી વધુની આવક
