આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 10 સપ્ટેમ્બર, 1935ના રોજ મૈસૂરમાં દેશના પ્રથમ રેડિયો પ્રસારણ તરીકે મૈસૂર રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી. અહીંની મહારાજા કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક ડૉ. એમ. વી. ગોપાલ સ્વામીએ તેમના નિવાસ સ્થાને 30 વૉટનું ટ્રાન્સમિટર લગાવ્યું હતું. 1942માં મૈસુરના મહારાજાએ આ રેડિયો સ્ટેશન પોતાને હસ્તક લીધું હતું. ડૉ. ગોપાલ સ્વામી બાદ લેખક અને પત્રકાર નરાયણ કસ્તુરીએ આ રેડિયો સ્ટેશનનું સંચાલન કર્યું. 1 એપ્રિલ, 1950ના રોજ તત્કાલિન કેન્દ્ર સરકારે આ રેડિયો સ્ટેશનને પોતાને હસ્તક લઈ ઑલ ઇન્ડિયા રેડિયો નેટવર્કમાં સામેલ કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:59 પી એમ(PM) | આકાશવણી
આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે
