કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો છે.
શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, નવું આઈ-ખેડૂત 2.0 પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે વધુ સુવિધાયુક્ત,સરળ અને પારદર્શી બન્યું છે. આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ 7 હજાર 670 કરોડથી વધુના યોજનાકીય લાભો મેળવ્યા છે.
ખેડૂતો માટે આ પોર્ટલ આગામી ૧૫ મે,૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે.
ખેતીવાડી વિભાગની જુદીજુદી યોજનાઓના લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સત્વરે www.ikhedut.gujarat.gov.in પોર્ટલના માધ્યમ થકી અરજી કરવાની રહેશે.
Site Admin | એપ્રિલ 25, 2025 9:37 એ એમ (AM) | agriculture | Agriculture Minister
“આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો
