ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 12, 2024 7:40 પી એમ(PM) | iim

printer

આઈ આઈ એમ અમદાવાદને સતત પાંચમી વખત શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનો પહેલો ક્રમાંક મળ્યો

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટટ્યૂટ ઓફ મેનેજમેન્ટને શિક્ષણ મંત્રાલય દ્વારા સતત પાંચમી વખત દેશની સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનનો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલી શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં IIM-A ને આ સ્થાન પ્રાપ્ત થયું છે.
આ અંગે IIM-A ના નિદેશક પ્રૉફેસર ભરત ભાસ્કરે આ સંસ્થા પ્રબંધ શિક્ષણ અને સંશોધનમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા કટિબદ્ધ હોવાનું જણાવી, સતત પાંચમી વખત N.I.R.F. ની યાદીમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા તરીકે પસંદગી થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છે.