આઈપીએલ ક્રિકેટમાં, ગઇકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. મિશેલ માર્શે 117 અને નિકોલસ પૂરને અણનમ 56 રન બનાવ્યા જવાબમાં, ગુજરાતની ટીમ ફક્ત 202 રન જ બનાવી શકી.લખનૌ તરફથી , વિલિયમ ઓ’રોર્કે 3 જ્યારે અવેશ ખાન અને આયુષ બદોનીએ 2-2 વિકેટ લીધી. મિશેલ માર્શને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો
આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનૌમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
Site Admin | મે 23, 2025 8:06 એ એમ (AM)
આઈપીએલ ક્રિકેટમાં, ગઇકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું
