આઇસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે ન્યુઝીલેન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 79 રન શ્રેયસ ઐયરે કર્યા હતા. જ્યારે હાર્દિક પંડયાએ 45 અને અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું.
હમણાં મળતા સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડની ટીમે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 44 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બંને ટીમ સેમી ફાઇનલમાં પહેલાથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલીયા સામે રમશે, જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.