IPL T20 ક્રિકેટમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈકાલે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને 110 રનથી હરાવ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 279 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, કોલકાતા નાઈટ રાઈડર્સ 8 બોલ બાકી હતા ત્યારે 168 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે, મનીષ પાંડેએ સૌથી વધુ 37 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે, જયદેવ ઉનડકટ, એશાન મલિંગા અને હર્ષ દુબેએ 3-3 વિકેટ લીધી.
આ પહેલા, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 278 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેન અણનમ 105 રન સાથે ટોપ સ્કોરર રહ્યો. ટ્રેવિસ હેડે પણ 76 રનનું યોગદાન આપ્યું. કોલકાતા નાઈટ રાઈડર માટે સુનીલ નરેને 2 વિકેટ ઝડપી. ક્લાસેનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
આ પહેલા અન્ય એક મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રનથી હરાવ્યું હતું.
Site Admin | મે 26, 2025 9:44 એ એમ (AM)
આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે કોલક્તા નાઇટ રાઇડર્સને હરાવ્યું
