આઇપીએલ ટી-20માં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 156 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે રચિન રવિન્દ્રના અણનમ 65 અને સુકાની રુતુરાજ ગાયકવાડના આક્રમક 53 રનની મદદથી 19.1 ઓવરમાં જીત મેળવી હતી.
મુંબઇ ઇન્ડિયન્સના પ્રારંભિક ખેલાડીઓ ઝડપથી આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા શૂન્ય રને આઉટ થયા હતા, જ્યારે રિકલ્ટને 13 અને જેકસે 11 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 29 અને તિલક વર્માએ 31 રન કર્યા હતા. 18 રનમાં ચાર વિકેટ ઝડપનાર નુર અહેમદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ અગાઉ રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું હતું.
આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે
Site Admin | માર્ચ 24, 2025 6:28 એ એમ (AM)
આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય પ્રારંભ કર્યો
