મે 26, 2025 2:29 પી એમ(PM)

printer

આઇપીએલમાં ક્વોલિફાયર એકમાં ટોચનાં સ્થાન માટે આજે મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિગ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો

IPLમાં આજે, પંજાબ કિંગ્સ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે એક મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. બંને ટીમોએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે,આ મેચ એટલે મહત્વપૂર્ણ છે કારણકે વિજયી ટીમ ક્વોલિફાયર-1માં ટોચનું સ્થાન મેળવશે. ગુજરાત ટાઇટન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં આગળ છે, પરંતુ પંજાબ અને મુંબઈ બંનેમાંથી જે જીતે તે તેને પાછળ છોડી શકે છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પણ એક મેચ બાકી છે અને તેની પાસે ટેબલમાં ટોચ પર પહોંચવાની તક છે.