મે 19, 2025 1:49 પી એમ(PM)

printer

આઇપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે

આઇપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. લખનઉમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.

ગઈકાલે રમાયેલી બે મેચો બાદ હવે પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની જીતથી બંને ટીમોને પ્લેઓફમાં પ્રવેશ મળ્યો છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ, છેલ્લા ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. શનિવારે બેંગલુરુમાં વરસાદને કારણે, મેચ ધોવાઈ જતાં ગત ચેમ્પિયન કલકતા નાઈટ રાઈડર્સનો પરાજય થયો હતો. હવે બાકીના પ્લેઓફ સ્થાન માટે, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સ્પર્ધા છે.