આઇપીએલ ટી-20 ક્રિકેટમાં ગઈ કાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. અગાઉ, બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હી હાલમાં બીજા સ્થાને છે, જ્યારે લખનૌ પાંચમા સ્થાને છે.
આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.
Site Admin | એપ્રિલ 23, 2025 7:55 એ એમ (AM)
આઇપીએલની મેચમાં આજે હૈદ્રાબાદ ખાતે સનસાઇઝર્સ હૈદ્બાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.
