વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 450 અબજ ડોલરના સેવાઓ નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સરકાર અને IT ક્ષેત્ર તરફથી સામૂહિક પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે. નવી દિલ્હીમાં NASSCOM ગ્લોબલ કોન્ફ્લુઅન્સ 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025-26 માં, ભારતની નિકાસમાં IT મોખરે રહેશે.
શ્રી ગોયલે ઉમેર્યું હતું કે આ વર્ષે નિકાસ 380 અબજ ડોલરથી 385 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમણે આઇટી, પર્યટન, બિઝનેસ એકાઉન્ટિંગ અને નાણાકીય સેવાઓમાં એમએસએમઇના ઝડપી વિકાસ પર ભાર મૂકીને રોજગાર સર્જનની અપાર સંભાવના હોવાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી ગોયલે દેશની પ્રતિભાનો વધુમાં વધુ ઉપયોગ કરીને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) ને ભારતમાં આકર્ષવાની જરૂરિયાતને અનિવાર્ય આવશ્યકતા ગણાવી હતી.
Site Admin | માર્ચ 21, 2025 8:43 એ એમ (AM)
આઇટી ક્ષેત્ર આગામી વર્ષમાં નિકાસને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેવી કેન્દ્રીય મંત્રી પિયુશ ગોયેલે આશા વ્યક્ત કરી
