ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 18, 2025 7:46 પી એમ(PM)

printer

આઇએમએફએ પાકિસ્તાન પર ભંડોળનો આગામી હપ્તો લેવા માટે 11 નવી શરતો મૂકી

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-આઇએમએફએ પાકિસ્તાન પર ભંડોળનો આગામી હપ્તો લેવા માટે 11 નવી શરતો મૂકી છે અને ચેતવણી આપતા જણાવ્યું છે કે ભારત સાથેના તણાવથી યોજનાના નાણાકીય, બાહ્ય અને સુધારાના લક્ષ્યો જોખમમાં મૂકાઈ શકે છે.
માધ્યમોનાં અહેવાલે પ્રમાણે આઇએમએફએ વધુ 11 શરતો સાથે પાકિસ્તાન પર કુલ 50 શરતો મૂકવામાં આવી છે. પાકિસ્તાન પર લાદવામાં આવેલી નવી શરતોમાં 17.6 લાખ કરોડ રૂપિયાના નવા બજેટને સંસદની મંજૂરી, વીજળીના બિલ પર ડેટ સર્વિસિંગ સરચાર્જમાં વધારો અને ત્રણ વર્ષથી વધુ જૂની વપરાયેલી કારની આયાત પરના પ્રતિબંધો હટાવવાનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ