ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 2:28 પી એમ(PM)

printer

આઇઆઇટી ગાંધીનગરના કેમ્પસમાં ગઈકાલે એનએસઓ અને આઇઆઇટી ગાંધીનગરના ઉપક્રમે ત્રણ દિવસીય હેકાથોનનો પ્રારંભ થયો

આઇઆઇટી ગાંધીનગરના કેમ્પસમાં ગઈકાલે એનએસઓ અને આઇઆઇટી ગાંધીનગરના ઉપક્રમે ત્રણ દિવસીય હેકાથોનનો પ્રારંભ થયો હતો.આ હેકાથોન દેશભરના તેજસ્વી યુવાનોને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે.વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પાંચ સભ્યોની કુલ 700 ટીમોએ સત્તાવાર આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં AI/MLના ઉપયોગ સંબંધિત ત્રણ ઉપયોગ કેસ માટે અરજી કરી હતી.  
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સહિતનીપ્રતિષ્ઠિત સંસ્થાઓની 19 ટીમોને હેકાથોનમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવી છે.આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના એડીજી આર રાજેશે ભારતની આધુનિકીકરણ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં ડેટા ઇનોવેશન લેબ, ઇ-સ્ટેટિસ્ટિક્સ પોર્ટલનો સમાવેશ થાય છે.