ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 22, 2024 3:40 પી એમ(PM)

printer

આંધ્ર પ્રદેશના અમરાવતીમાં આજથી બે દિવસીય ડ્રોન સંમેલન – 2024નો પ્રારંભ થયો

આંધ્ર પ્રદેશના અમરાવતીમાં આજથી બે દિવસીય ડ્રોન સંમેલન – 2024નો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો. આંધ્ર પ્રદેશ ડ્રોન કૉર્પોરેશન દ્વારા આયોજિત આ સંમેલનમાં 1000 થી વધુ પ્રતિનિધિઓ અને પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ સમિટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સંરક્ષણ ક્ષેત્ર, ભારતીય ઉદ્યોગ સંઘ, સંશોધન વિદ્વાનો અને ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે. સમિટનો ઉદ્દેશ્ય ડ્રોન ઉત્પાદનમાં રોકાણને આકર્ષવાનો, ડ્રોન ટેક્નોલોજીના ભાવિ અને ઈનોવેશન હબ દ્વારા ડ્રોન ઈકો-સિસ્ટમ બનાવવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ તૈયાર કરવાનો છે. સમિટમાં વિજયવાડામાં કૃષ્ણા નદીના કિનારે 5000 થી વધુ ડ્રોન સાથે દેશનો સૌથી મોટો ડ્રોન શૉ યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.