આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમ મંડલ ખાતે ફટાકડાના કારખાનામાં આજે થયેલા વિસ્ફોટમાં છ કામદારોના મોત થયા અને બે ઘાયલ થયા હતા. કામદારો ફટાકડા બનાવતા હતા ત્યારે આ ઘટના બની હતી. એકમમાં કોઈ ગેરરીતિને કારણે આ અકસ્માત થયો હોવાની સંભાવના છે. ઘાયલોને તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓ પાસેથી અકસ્માતના કારણો, વર્તમાન પરિસ્થિતિ, બચાવ કામગીરી, તબીબી સહાય અને અન્ય બાબતો વિશે પૂછપરછ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:45 પી એમ(PM)
આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં છ કામદારોનાં મોત