નવેમ્બર 1, 2025 7:47 પી એમ(PM)

printer

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડમાં નવ લોકોના મોત

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા ખાતે આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે ભીડમાં નવ લોકોના મોત થયા હતા. એકાદશીના દિવસે દર્શન માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. અહેવાલો અનુસાર, રેલિંગ તૂટી પડવાથી ભાગદોડ મચી હતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની સૂચનાઓ આપી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને પ0 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.