ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત ‘ભારત AI શક્તિ’ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી.
આ નવી વન-ગીગાવોટ-સ્કેલ સુવિધાનો ઉદ્દેશ વિશાખાપટ્ટનમને AI નવીનીકરણ માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો છે, જે માત્ર ભારતને જ નહીં પરંતુ એશિયા અને તેનાથી બહાર પણ સેવા આપશે. ગૂગલ ક્લાઉડના મુખ્ય કાર્યકારી અધિકારી થોમસ કુરિયને જણાવ્યું હતું કે આ રોકાણ દેશના ડિજિટલ ભવિષ્ય અને ટકાઉ, સ્થાનિક રીતે સંકલિત ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ગૂગલની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:53 પી એમ(PM)
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સૌથી મોટું AI કેન્દ્ર સ્થાપિત કરવાની ગૂગલની જાહેરાત
