આજે આંધ્રપ્રદેશના રાજ્યપાલ, ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરના નેતૃત્વમાં ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે.ઉલ્લેખનીય છે કે આ મહિનાની 17મી તારીખે મદીનામાં ભારતીય યાત્રાળુઓ સાથે બનેલી દુ:ખદ ઘટના બાદ આ પ્રતિનિધિમંડળ હજ અને ઉમરાહ મંત્રાલય સહિત સાઉદી અધિકારીઓ સાથે સંકલનમાં સંપૂર્ણ સહાય કરશે.રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં ભારતના રાજદૂત મૃતકોના અવશેષોની ઓળખ ઝડપી બને તે રીતે કામ કરી રાય છે અને સરકાર મૃતકોના પરિવારોને સાઉદી અરેબિયા મુસાફરી કરવાની સુવિધા પણ આપી રહી છે.મંત્રાલયે કહ્યું હતું કે, ભારત સરકાર આ દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોને ટેકો આપવા માટે કામ કરી રહી છે.
Site Admin | નવેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)
આંધ્રપ્રદેશના રાજ્યપાલ, ન્યાયાધીશના નેતૃત્વમાં આજે ભારતનું પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે