ઓક્ટોબર 24, 2025 10:52 એ એમ (AM)

printer

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા છે.
હૈદરાબાદથી બેંગ્લોર જઈ રહેલી બસમાં આજે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના ઉલિંદાકુંડ નજીક આગ લાગી હતી. તેમાં લગભગ 42 મુસાફરો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટુ-વ્હીલર પાછળથી બસ સાથે અથડાયું અને બસ નીચે આવી ગયું. બાઇકની પેટ્રોલ ટાંકીમાંથી આગ બસમાં ફેલાઈ હતી. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઘાયલ મુસાફરોને કુર્નૂલની સર્વજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.