આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં આજે સવારે બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે.
ચિંતૂર-મારેડુમિલી ઘાટ રોડ એક ખાનગી બસે કાબુ ગુમાવતાં ખાડામાં પડી જતાં આ અકસ્માત સર્જાયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, અકસ્માત સમયે બસમાં 35 મુસાફરો અને બે ડ્રાઇવર હતા. આઠ લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. બસ ભદ્રાચલમથી અન્નવરમ જઈ રહી હતી. ચિંતૂર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તથા ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM)
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત.