માઓવાદી વિરોધી કાર્યવાહીના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં આંધ્ર-છત્તીસગઢ-ઓડિશા ત્રિ-જંકશન નજીક મારેડુમિલી જંગલોમાં વહેલી સવારે થયેલી અથડામણમાં ટોચના કમાન્ડર માધવી હિડમા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે.
આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે જૂથની હિલચાલ વિશે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે આ અથડામણ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે આ ઓપરેશન દરમિયાન કોઈ સુરક્ષા કર્મચારી ઘાયલ થયો નથી. એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47 રાઇફલ્સ અને વિસ્ફોટકો સહિતના શસ્ત્રો મળી આવ્યા હતા.
સુરક્ષા દળોએ મારેડુમિલી, વિજયવાડા, NTR અને કાકીનાડા જિલ્લામાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે.
Site Admin | નવેમ્બર 18, 2025 7:48 પી એમ(PM)
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં થયેલી અથડામણમાં ટોચના કમાન્ડર માડવી હિડમા સહિત છ માઓવાદી ઠાર.