ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

printer

આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું

ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. રાજેશ ગુપ્તાની આગેવાની હેઠળની આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.કામગીરી પૂર્ણ કરીને ટીમ આજે પરત ફરી છે. નિરીક્ષણના અંતે ટીમે મુખ્ય સચિવ સરથચૌહાણ, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.સત્ર દરમિયાન ચક્રવાતની અસરની 60 છબીઓની વિગતવાર રજૂઆત બતાવવામાં આવી હતી.પુડુચેરીમાં થયેલા નોંધપાત્ર નુકસાનને સ્વીકારતા, કેન્દ્રીયટીમે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં એક વ્યાપક અહેવાલ કેન્દ્ર સરકારને સુપરતકરવામાં આવશે.