આંતરાષ્ટ્રીય સૌર ગઠબંધન- ISAએ વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઊર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી.ISAના ડાયરેક્ટર જનરલ આશિષ ખન્નાએ જણાવ્યું કે ભારતની સોલાર રૂફ ટોપ યોજનાનો હેતુ 100 મિલિયન ઘરોને વીજ સુવિધા પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતો માટે સૌર ઉર્જાથી ચાલતી ખેતીને પ્રોત્સાહન આપે છે જે એક વ્યવહારુ આદર્શ છે. શ્રી ખન્નાએ જણાવ્યું કે, ISA કૃત્રિમ બુદ્ધિમતા અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભવિષ્યની ઉર્જા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેનાથી ખર્ચ ઘટાડી કાર્યક્ષમતામાં સુધારો કરી શકાશે અને નવી નોકરીઓનું સર્જન થઈ શકશે.
Site Admin | જાન્યુઆરી 21, 2026 10:00 એ એમ (AM)
આંતરાષ્ટ્રીય સૌર ગઠબંધને વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઊર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી