આંતરરાષ્ટ્રીય સાયબર ગુના સાથે જોડાયેલા ત્રણ શખ્સને મહીસાગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, આ આરોપીઓ ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી સાયબર છેતરપિંડી કરતા હતા. તેઓ અલગ અલગ બેંક ખાતામાં પૈસા જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી તે નાણાં ચીન અને હોંગકોંગ મોકલતા હતા. આ આરોપીઓએ 15 લાખ 26 હજાર રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 2:17 પી એમ(PM)
આંતરરાષ્ટ્રીય સાયબર ગુના સાથે જોડાયેલા ત્રણ શખ્સને મહીસાગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધા.