ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે શ્રીનગરમાં યોજાશે

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. શેર—એ—કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનો આ કાર્યક્રમ યોજાશે. આયૂષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે પત્રકાર પરિષદ દરમિયાન વધુમાં જણાવ્યું કે, આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. નમસ્તે યોગ એપ અંગે ગૂગલ મેપ સાથે કરાર થયા છે. એટલે ઘરની પાસે આવેલા યોગ કેન્દ્રની માહિતી ગૂગલ મેપ પરથી જાણી શકાશે.
શ્રી કોટેચાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ગામના વડાઓને યોગ દિવસ ઉજવવા માટે પત્ર લખ્યો છે. ગયા વર્ષે 23 કરોડથી વધુ લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ વર્ષે યોગ વિથ ફેમિલી વીડિયો સ્પર્ધા પણ યોજાઈ રહી છે. તેમણે My Gov પૉર્ટલ પર વીડિયો સ્પર્ધામાં ભાગ લેવા નાગરિકોને અનુરોધ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.