ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ નિમિતે અરવલ્લી કલેક્ટરનો બાળકીઓ સાથે સંવાદ

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ નિમિતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત અરવલ્લી કલેકટરે બાળકીઓ સાથે સંવાદ કર્યો હતો. કૉફી વિથ કલેકટરના કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ પણ ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર સાથે વિદ્યાર્થિનીઓએ ખુલ્લા મને વાત કરી હતી. પોતાના પ્રશ્નોનુ સમાધાન પણ કલેકટર પાસેથી મેળવ્યુ હતુ. આ સાથે જ ભવિષ્યમાં પોતાની કારકિર્દીને આગળ વધારવા અંગે પણ માહિતી મેળવી હતી. જ્યારે જીલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થિનીઓને પોતાના વ્યાપાર ઊભા કરી સ્વરોજગાર મેળવવા પ્રેરિત કર્યા હતા.