આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 29 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કેસ ઉત્તરી રાખાઇન રાજ્યમાં 2017માં મ્યાનમારના લશ્કરી કાર્યવાહી સાથે સંબંધિત છે. આ કાર્યવાહીને કારણે 7 લાખથી વધુ રોહિંગ્યા લોકોને હત્યા, જાતીય હિંસા અને આગચંપીના આરોપો વચ્ચે બાંગ્લાદેશ ભાગી જવાની ફરજ પડી હતી. નવેમ્બર 2019માં, ગામ્બિયાએ આ મામલો આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં રજૂ કર્યો. માનવ અધિકાર જૂથોએ કહ્યું કે આ સુનાવણી રોહિંગ્યા માટે ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 9:55 એ એમ (AM)
આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે