નવેમ્બર 27, 2025 2:12 પી એમ(PM)

printer

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF એ એક અનુમાનમાં જણાવ્યું કે, વર્ષ 2025-26માં ભારતનું અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. વસ્તુ અને સેવા કર સુધારાઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની પ્રતિકૂળ અસરથી દેશને બચાવવામાં મદદ કરશે તેમ અહેવાલમાં જણાવાયું છે. ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે.
નાણાકીય વર્ષ 2024-25માં 6.5 ટકાના આર્થિક વિકાસ બાદ, નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક GDP 7.8 ટકા વધ્યો,” એમ IMFએ તેના કાર્યકારી બોર્ડ દ્વારા ભારત માટે વાર્ષિક મૂલ્યાંકન પૂર્ણ કર્યા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.