આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને 6.4 ટકા કર્યો છે. અગાઉ 2025 માં GDP વૃદ્ધિ દર 6.2 ટકા અને 2026 માં 6.3 ટકા રહેવાનો અંદાજ હતો.
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારતની સ્થિતિને વૈશ્વિક સ્તરે મજબુત થતાં, આ સુધારો કરાયો છે.
વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 2025 માં 3 ટકા અને 2026 માં 3.1 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉના અંદાજથી આ સાધારણ વધારો અમેરીકા ટેરિફની અપેક્ષા કરતા ઓછી અસર અને સુધારેલી નાણાકીય સ્થિતિને કારણે થશે. ચીનનો આર્થિક વિકાસ દર 2025 માં 4.8 ટકા અને 2026 માં 4.2 ટકા રહેવાની ધારણા છે. જ્યારે, અમેરિકાનો વિકાસ દર 2025 માં 1.9 ટકા અને 2026 માં બે ટકા રહેવાનો અંદાજ છે.
Site Admin | જુલાઇ 30, 2025 10:08 એ એમ (AM)
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને 6.4 ટકા કર્યો
