આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ– IMF એ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વિકાસ દરનું અનુમાન 7 ટકાના દરે જાળવી રાખ્યું છે. તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં, IMFએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે.
ડેલોઈટ ઈન્ડિયાના લેટેસ્ટ ઈકોનોમિક આઉટલુકમાં પણ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7 થી 7.2 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. ડેલોઈટના અર્થશાસ્ત્રી ડૉ. રમકી મજુમદાર અનુસાર મધ્યમ ફુગાવો, ખરીફ પાકનું વિક્રમી ઉત્પાદન, સરકારી ખર્ચમાં વધારો અને ઉત્પાદન ક્ષેત્રે વધતા રોકાણો વૃદ્ધિના નિર્ણાયક પ્રેરક છે.
IMFએ તેના જુલાઈના અંદાજમાં 2024માં અમેરિકા માટે વિકાસ દરનો અંદાજ 2.6 ટકાથી વધારીને 2.8 ટકા કર્યો છે. ચાલુ તેમજ આગામી વર્ષે વૈશ્વિક વિકાસ દર 3.2 ટકા રહ્યો.. જ્યારે ચીનનો વિકાસ દર અગાઉના 5 ટકાથી ઘટીને 4.8 ટકા થયો હતો.
Site Admin | ઓક્ટોબર 23, 2024 9:34 એ એમ (AM)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ– IMF એ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વિકાસ દરનું અનુમાન 7 ટકાના દરે જાળવી રાખ્યું
