સપ્ટેમ્બર 21, 2024 7:22 પી એમ(PM)

printer

આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઇ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ બીચની સફાઇ કરાઇ

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સૌથી વધુ દરિયાઇ વિસ્તાર ધરાવતા રાજ્યભરના વિવિધ દરિયાઇ કાંઠાઓને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ..
સોમનાથના મારુતિ બીચ ખાતે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ટ્રસ્ટના કર્મચારીઓ, NSS ના વિદ્યાર્થીઓ વગેરેએ સાથે મળીને દરિયાકિનારેથી 350 કિલોથી વધુના કચરાની સફાઇ કરી. તો બીજી તરફ, વેરાવળ ચોપાટી ખાતે ગુજરાત એન્વારમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે દરિયાઇ કિનારાની સફાઇનો કાર્યક્રમ યોજાયો જેમાં 400થી વધુ લોકો જોડાયા..
દીવના વણાકબારા ગોમતી માતા બીચ ખાતે બીચ પર પડેલા પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરીને બીચને સ્વચ્છ કરાયો.. બીચ સફાઇ દરમિયાન 129 કિલો જેટલો કચરો એકઠો કરાયો..
નવસારીના દાંડીના દરિયાકિનારે સામાજીક વનીકરણ વિભાગની સૂપા રેન્જ દ્વારા સામુહિક સફાઇ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, દરિયાઇ જીવ સૃષ્ટિને પ્લાસ્ટીક કચરાને થતા નુકશાનને અટકાવવા માટે અને દરિયાઈ કિનારાને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરવાના આશય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.