માર્ચ 26, 2025 2:13 પી એમ(PM)

printer

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025 ક્વોલિફાયરનું સમયપત્રક જાહેર કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025 ક્વોલિફાયરનું સમયપત્રક જાહેર કર્યું છે. ક્વોલિફાયર ટૂર્નામેન્ટ આગામી મહિનાની 9મી તારીખથી પાકિસ્તાનના લાહોર ખાતે બે સ્થળોએ શરૂ થશે, જેમાં પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને થાઇલેન્ડ સહિત છ ટીમો ભાગ લેશે. ક્વોલિફાયરમાંથી ટોચની 2 ટીમો આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા આઇસીસી મહિલા ક્રિકેટ વિશ્વ કપની 13મી આવૃત્તિ માટે મુખ્ય છ ટીમોમાં જોડાશે.