ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે. આ સમજૂતી મુજબ, આઠ ટીમોની આ ટુર્નામેન્ટ માટે ભારતની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં યોજવામાં આવશે. ભારત ICC ટુર્નામેન્ટની યજમાની કરે છે તેના બદલામાં પાકિસ્તાનની મેચો પણ ભારતની બહાર યોજાશે.
આ કરાર 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી, 2025માં ભારતમાં મહિલા એકદિવસીય ક્રિકેટ વિશ્વ કપ અને 2026માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર ટ્વેન્ટી20 ક્રિકેટ વિશ્વ કપ પર પણ લાગુ થશે.