અસામાજિક તત્વો સામે રાજ્ય પોલીસની કડક કાર્યવાહી યથાવત છે. અઢી મહિનામાં અસામાજિક તત્વોના 586 ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે એક હજાર 857 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે માહિતી આપતા જણાવ્યું હતું કે 434 રીઢા ગુનેગારોના જામીન રદ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 15 માર્ચથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરતાં વિશેષ અભિયાન શરૂ કરવાં આવ્યું હતું.